BANASKANTHAGUJARATPALANPUR

ગઢ ગામે જળ સંચય જાગૃતિ અભિયાન અંતર્ગત ચિંતન શિબિર યોજાઈ

25 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સમગ્ર વિશ્વમાં જળ સંકટ એક ગંભીર પ્રશ્ન છે ત્યારે જળ એ જ જીવન છે એ સૂત્ર અપનાવી દરેક ઘર – દરેક ખેતરમાં વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવે એ અંગે બનાસકાંઠા જળ સંચય અભિયાન થકી સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ગામે ગામ જઈ ખેડુતો – આગેવાનો – સરપંચો સાથે ચિંતન બેઠકો – શિબિરો કરી પોતપોતાના ગામમાં ” ગામનું પાણી ગામમાં ” અને ” સીમનું પાણી સીમમાં ” આ અભિયાન જન અભિયાન બને અને આપણો જીલ્લો હરિયાળો બને એવા ઉમદા હેતુથી ટાકરવાડા નિવાસી અને હાલ ભટામલ મોટી ગામે તલાટી તરીકે ફરજ બજાવતા,બનાસકાંઠા જળ સંચય અભિયાનના પ્રણેતા હિરલબેન ચૌધરી તેમજ આશિષભાઈ પટેલે જળ સંચય અંગે સુંદર માર્મિક માર્ગદર્શન આપ્યું હતું ..આ પ્રસંગે ગઢ સહિત આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, ખેડૂતો ,સામાજિક – રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!