શિનોર તાલુકામાં વરસાદ ને લઈ નવરાત્રી આયોજકો તેમજ ખેલૈયાઓ મૂંઝવણ માં મુકાયા
ફૈઝ ખત્રી...શિનોર છેલ્લા પાંચ દિવસથી શિનોર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં ગત ૨૯/૯/ના રોજ મોડી રાતે છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈ નવરાત્રી આયોજકો તેમજ ખેલૈયાઓ મુજવણ માં મુકાયા છે. વડોદરા જિલ્લાના શિનોર,દામાપુરા,માલસર સહિત પટ્ટી ના ગામોમાં વરસાદ વરસી પડયો હતો.વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે મોડી રાતે વરસાદી ઝાપટા પડયા હતા જેથી શિનોર ના મેનબજાર ના રસ્તાઓ ઉપર નદી ની માફક વરસાદી પાણી દેખાયા હતા . નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આયોજકો તેમજ ખેલૈયાઓ વરસાદને લઈ મૂંઝવણ માં મુકાયા છે.તો બીજી તરફ વરસાદી પાણીના કારણે ખેતીમાં પણ ભારે નુકશાન દેખાઈ રહ્યું છે.જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે.