GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૯.૨૦૨૫
નવરાત્રી મહોત્સવ 2025 અંતર્ગત હાલો ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં નવરાત્રી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી મુકુંદભાઈ દેસાઈ, શાળાના આચાર્ય એમ.કે.સોલંકી, શાળાના સમગ્ર શિક્ષક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી કરી અને ત્યારબાદ સૌ ખેલૈયાઓ ગરબામાં જોડાયા હતા અને ખુબજ હોંશે હોંશે નવરાત્રી મહોત્સવ માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણના ઇનામો પણ રાખવામાં આવ્યા હતા.જ્યારે પ્રોગ્રામના અંતે વિજેતાઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.