MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.)એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપીના જામીન પર છુટકારો.

MALIYA (Miyana):માળીયા (મી.)એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપીના જામીન પર છુટકારો.

 

 

માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં આ ગુના ની ફરીયાદ એવી કે આ કામના આરોપી નં.૧ નાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના રૂમમાં પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનુ ચોખ્ખુ વજન ૩ કીલો ૯૩૦ ગ્રામ કીંમત રૂપિયા ૩૯, ૩૦૦/- નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે આરોપી નં. ૨ ની પાસેથી મેળવીને પોતાની કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે.તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીઓને માળીયા(મીં) પોલીસે હાલના કામના આરોપીની અટક કરી મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય.

જેમા આરોપી સમીર અનવરહુસેન ઉર્ફે આઝાદ સંધવાણી એ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દિલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને નામ. સુપ્રીમ કોર્ટ એ આપેલ જજમેન્ટ‘સંજય ચાદ્દા વિ. સી.બી.આઈ’ને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!