Navsari: ગુરુકુલ વિદ્યામંદિર સૂપા ઇકો ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“માત્ર સોશિયલ મીડિયા પર વૃક્ષારોપણ થઈ શકે નહીં તેના માટે ધરતી પર વૃક્ષો રોપવા જરૂરી છે, અને યુવાનો આના માટે આગળ આવે”
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. સૌપ્રથમ 1973 માં સમગ્ર વિશ્વમાં આ ઉજવણી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં ગુરુકુલ વિદ્યામંદિર સુપા ઇકો ક્લબ દ્વારા ૫ મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિક વૃક્ષારોપણમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ દયાનંદ સ્મારકના વિશાળ પરિસરમાં ૨૫ જેટલા જુદા જુદા વૃક્ષો રોપવામાં આવ્યા હતા પ્રથમ વરસાદ શરૂ થયા પછી “એક વ્યક્તિ એક વૃક્ષ અભિયાન” ની જાહેરાત ઇક્કૉ ક્લબ દ્વારા કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત ગુરુકુલના પ્રત્યેક કર્મચારી એક એક વૃક્ષ રોપશે અને તેની કાળજી રાખશે સાથે સાથે સુપા આશ્રમના નિવાસી લોકોને પણ આ અભિયાનમાં ભાગીદાર બનાવવામાં આવશે ચાલુ વર્ષે ૩૦૦૦ વૃક્ષો રોપવાના સંકલ્પ સાથે આજની ઉજવણી કરવામાં આવી હતી . માત્ર સોશિયલ મીડિયાથી વૃક્ષારોપણ થઈ શકે નહીં તેના માટે ધરતી પર વૃક્ષો રોપવા જરૂરી છે વૃક્ષારોપણ કરતાં પણ વધારે મહત્વ રોપયેલા છોડ મોટા થાય અને તેની કાળજી લેવાય તે અગત્યનું છે તેવું શાળાના આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું હતું . પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગની વર્તમાન ગતિથી, ભાવિ પેઢી આ સંસાધનોથી વંચિત રહે એવી સંભાવના છે. વિશ્વભરના લાખો લોકો ભાવિ પેઢીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે આ કાર્યક્રમમાં ભાગ લે છે. ગ્લોબલ વોર્મિંગથી બચવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે.ગુજરાત ગુરુકુલ સભાના પ્રમુખ દીપક પટેલ મંત્રી શ્રી પંકજસિંહ ઠાકોર ,સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર અને શિક્ષણવિદ અજીતસિંહ સુરમા ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉપરાંત મુખ્યાધિષ્ઠાતા આચાર્ય ચંદ્રગુપ્તજી તથા સહમુખ્યાધિષ્ઠાતા સુરેશભાઇ રત્નાણીએ આવનારા સમયમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા માટે સહમતી દર્શાવી હતી.