GUJARAT
Navsari: બીલીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ ઝુંબેશ કાર્યરત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તાઓ , પબ્લિક ગાર્ડન , બર્ડ પાર્ક અને સરકારી પરિસરના સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ સઘન સફાઈ ઝુંબેશ દ્વારા સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ સખી મંડળ ગ્રુપ સાથે સોસાયટીઓના નાગરિકોને સુકા અને ભીંના કચરાના વર્ગીકરણ સંદર્ભે સમજૂતી આપી લોકોમાં જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે .