GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકામાં બાઈક ચોરીનો ઉપદ્રવ ફુલ્યો ફાલ્યો.

સંતરામપુર તાલુકામાં બાઈક ચોરો નો ઉપદ્રવ ફુલયો ફાલ્યો.

અમીન કોઠારી મહીસાગર

પેટા….

ત્રણ દિવસ માં ચાર બાઈક ની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર.

સંતરામપુર તાલુકાના નરસીગપુર ગામ વિસ્તારમાં મેઈન રોડ આવેલ આર.બી.કારમોટૅર નજીક રહેતાં ચૌહાણ રમેશ બદામીલાલ ની હોન્ડા સાઈન બાઈક નં.જીજે.35.એલ.9661તથાઆમલીયાર અશ્વિન અખમ ની હોન્ડા એસપી 125 બાઈક નં.જીજે.20.bj.2912નીતેમના ધરપાસે રાત્રે લોક કરીને મુકેલ જે બાઈકો ની વહેલી સવારે બાઈક તસ્કરો દ્વારા ચોરી કરી ને ફરાર થઈ ગયા ની ધટના ની જાણ સવારે ધર પાસે બાઈક નહીં દેખાતા બાઈક માલિકો ને બાઈક ચોરાઈ ગયા ની જાણ થતાં બાઈકની તપાસ કરતા મલી નહીં આવતાં આ બાઈક ચોરી નાં બનાવ ની સંતરામપુર પોલીસ મથકે જાણ કરી ને લેખિત માં પોલીસ મથકે ફરીયાદ લ ઈને તપાસ હાથ ધરી છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વાંકા નાળાં પાસે દીપ હોટલ ની નજીક નાં ધર નજીક થી પણ બાઈક ની ઉઠાંતરી થયાની ને આજરોજ પણ અન્ય વધુ એક બાઈક ની ઉઠાંતરી થયાની લેખીતમાં ફરિયાદો સંતરામપુર પોલસ મથકે અપાતા પોલીસે બાઈક માલિકો ની લેખિત ફરીયાદ લ ઈને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

સંતરામપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તા.16.6,25.થી 18,06,2025ના દીવસ દરમ્યાન ચાર બાઈકો ની તસ્કર ટોળકી દ્વારા ઉઠાંતરી કરતા ને બાઈક ચોર તસ્કર ટોળકી નો ઉપદૂવ વધતા નગરજનો માં ને ગ્રામજનો માં ભય નો માહોલ જોવા મળે છે.

આ બાઈક ચોર ટોળકી નો ઉપદૂવ અટકાવવા ને આ ચોરી કરનાર તસ્કરો ને ઝડપી પાડવા ને ચોરાયેલી બાઈકો શોધી કાઢવા પોલીસ સકિયતા દાખવે ને નાઈટ પોલીસ પ્રેટોલીગ સખ્ત બનાવે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!