GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી :કલા મહાકુંભ ૨૦૨૫માં ૩૭ જેટલી કલાકૃતિ માટે નવસારીના કલાકારો ભાગ લઈ શકશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કલાકારોએ ફોર્મ https://forms.gle/xSbS2CwkvNHCS8n27 પરથી ડાઉનલોડ કરી
તા. ૨૦ જુલાઈ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે જમા કરવાનું રહેશે

નવસારી, તા.૩૦ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્રારા આયોજિત આ કલા મહાકુંભમાં વિવિધ વય જુથમાં કલાકારો ૩૭ જેટલી કલાકૃતિઓમાં ભાગ લઈ શકશે. કલા મહાકુંભ ૨૦૨૫ માં સ્પર્ધક તેના વયજૂથમાં આવતી સ્પર્ધામાંથી ગમે તે એક સ્પર્ધામાં ભાગ લઈ શકાશે.
આ સ્પર્ધા ચાર વય જૂથો ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ, અને ૬૦ વર્ષથી ઉપર માટે યોજાશે, ઓફલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી ચાલશે. કલા મહાકુંભ ૨૦૨૫ માં વિવિધ કલા પ્રકારોને આવરી લેતી ૩૭ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાયનકલા, નૃત્યકલા, ચિત્રકળા, નાટ્યકલા, શિલ્પકલા, લેખન કલા, વાદ્ય સંગીત આ ઉપરાંત, અન્ય કલાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં સાહિત્ય વિભાગ હેઠળ વકતૃત્વ /નિબંધ /કાવ્ય લેખન / ગઝલ-શાયરી /લોકવાર્તા / દુહા-છંદ-ચોપાઈ , કલા વિભાગ હેઠળ ચિત્રકલા /સર્જનાત્મક , નૃત્ય વિભાગ હેઠળ લોકનૃત્ય /રાસ /ગરબા / ભરતનાટ્યમ /કથ્થક /કુચિપુડી /ઓડિસી / મોહીનીઅટ્ટમ ,ગાયન વિભાગ હેઠળ શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિંદુસ્તાની) /સુગમ સંગીત / લગ્નગીત / સમુહગીત / લોકગીત/ ભજન , વાદન વિભાગ હેઠળ હાર્મોનિયમ (હળવું) / તબલા /ઓર્ગન /સ્કૂલબેન્ડ /વાંસળી /સિતાર / ગિટાર /સરોદ / સારંગી / પખાવજ / વાયોલિન મૃદંગમ / રાવણહથ્થો / જોડિયાપાવા અને અભિનય વિભાગ હેઠળ એકપાત્રીય અભિનય / ભવાઈ નો સમાવેશ કરેલ છે . કલા મહાકુંભ ૨૦૨૫ ની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ જુલાઈ – ઓગસ્ટ માસમાં, જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ ઓગસ્ટ માસમાં, પ્રદેશકક્ષાની સ્પર્ધાઓ સપ્ટેમ્બર માસમાં અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ સપ્ટેમ્બર/ ઓક્ટોબર માસમાં યોજાશે.
કલાકારોએ ફોર્મ https://forms.gle/xSbS2CwkvNHCS8n27 તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૧૬૦૭, “કામાક્ષી”, પ્રથમમાળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ ખાતે જમા કરાવવાનું રહેશે . વધુ માહિતી માટે ૦૨૬૩૭-૨૮૦૬૬૩ પર અથવા જે તે તાલુકા કન્વીનરને સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!