વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ લીલી ઝંડી બતાવી ત્રણેય ૧૦૮ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી*
નવસારી જિલ્લામાં જરૂર પડ્યે આકસ્મિક સમયમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બની રહે તે માટે ત્રણ નવી અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી આ ત્રણેય નવી એમ્બ્યુલન્સને આજે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા કલેક્ટર કચેરીના પ્રાંગણથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, હાલમાં ૧૦૮ ઇમરજન્સી સેવામાં ૧૫ જેટલી એમ્બ્યુલન્સ નવસારીવાસીઓને આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા ત્રણ જૂની એમ્બ્યુલન્સની જગ્યાએ ત્રણ નવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી એમ્બ્યુલન્સ આપી હતી. જેનું આજરોજ કલેક્ટરશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત કલેક્ટરશ્રીએ એમ્બ્યુલન્સનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝ્યુકેટીવ, પ્રોગ્રામ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.