નવસારી જિલ્લો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ ની ભાવના વ્યક્ત કરી
MADAN VAISHNAVAugust 8, 2024Last Updated: August 8, 2024
4 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજે તે માટે આજરોજ રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાનું મહત્વ, રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા માટે … તિરંગા મેરી શાન, મારો રાષ્ટ્રધ્વજ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની દેશભાવના પ્રગટ કરી હતી . હર ઘર તિરંગા અભિયાનમાં શાળાના વિધાર્થીઓ અલગ અલગ માધ્યમથી દેશભક્તિની કલાકૃતિ રજુ કરીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવી રહ્યા છે
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVAugust 8, 2024Last Updated: August 8, 2024