Navsari: GIDC એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ખાતે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની ઉજવણી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*બેટી વધાવો બેટી પઢાવો, ભૂણ જાતિ પરીક્ષણ તથા જાતિ આધારિત સ્ત્રીભૃણ હત્યા અટકાવવાનો છે જે અંગે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા*
નવસારી, તા.11: વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ ૧૧મી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.રાજેન્દ્ર રંગૂનવાલાના માર્ગદર્શન હેઠળ જલાલપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પ્રા.આ કેન્દ્ર અબ્રામાના મેડિકલ ઓફિસરશ્રી ડો.દર્શના હળપતિ, પ્રા.આ કેન્દ્ર આટના મેડિકલ ઓફિસરશ્રી ડો.અસ્તિકા પટેલ, મોબાઇલ હેલ્થ યુનિટ અબ્રામાના મેડિકલ ઓફિસરશ્રી ડો હેત્વી પટેલ તથા જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામાના પ્રિન્સિપાલશ્રી ડો. હરિલાલ પાટીલ અને તેમની ટીમ દ્વારા આ દિવસની ઉજવણી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બેટી વધાવો બેટી પઢાવો, ભૂણ જાતિ પરીક્ષણ તથા જાતિ આધારિત સ્ત્રીભૃણ હત્યા અટકાવવાનો છે જે અંગે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.