GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૫/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તારીખ ૨૪ મંગળવારે કાલોલ રેફરલ હોસ્પિટલની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની (RBSK) મેડિકલ ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત શાળાના બાળકોના વજન તથા ઊંચાઈ માપી આરોગ્યની ચકાસણી કરી તેમને આરોગ્ય સ્વસ્થ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ચકાસણી કરતા જે બાળકો માં આરોગ્ય વિષયક ખામીઓનું નિદાન થયેલ તેમને પ્રાથમિક સારવાર આપી વધુ ચકાસણી અર્થે રેફરલ હોસ્પિટલમાં રીફર કરવા માટે જાણ કરવામાં આવી હતી.