નવસારી એલસીબી પોલીસની ટીમે ફિલ્મીઢબે ક્રેટા કારનો પીછો કરી ૨.૫૮ લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ચાર્જ પોલીસ મહાનિરક્ષક રાઘવેન્દ્ર વત્સ સુરત અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબી પીઆઇ વી.જે જાડેજા એ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવન પ્રવૃત્તિ અંકુશમાં લેવા એલસીબી પીએસઆઇ વાય.જી.ગઢવી, પીએસઆઈ એસ.વી.આહીર, પીએસઆઇ આર.એસ.ગોહીલ સહિતની ટિમને ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળતાં તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ હે.કો. વિપુલભાઈ નાનુભાઇ તથા પો.કો દિગ્વિજયસિંહ રવજીભાઈ સહિતની ટીમે ફન સીટી હોટલ સામે નાકાબંધી ગોઠવી હતી એ દરમિયાન બાતમી વર્ણન મુજબની ક્રેટા કાર આવતા તેને ઉભી રાખવા ઇસારો કરતા કાર ચાલકે કાર ઉભી નહી રાખી પુરઝડપે હંકારી મુકતા એલસીબી ટીમે તેનો પીછો કરતા મુંબઇ થી અમદાવાદ જતી ટ્રેક ઉપર ધારાગીર ઓવરબ્રીજના ઉત્તર છેડા પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ડીવાયડર સાથે અથડાવી દેતા જગ્યા પર થંભી ગઈ હતી. આરોપી નિકુંજ મોહનભાઈ રાઠોડ ઉ.વ.૩૧ રહે.કલસરગામ, માહ્યાવંશી ફળીયા, તા.પારડી જી.વલસાડને ઝડપી પાડ્યો હતો.ક્રેટા કારની તલાશી લેતા તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી તથા વોડકાની બોટલો મળી કુલ નંગ-૧૬૩૨ જેની કિ.રૂ.૨,૫૮, ૨૪૦/-નો ગેરકાયદેસર દારૂના મુદ્દામાલ સાથે ક્રેટાકાર જી.જે.૧૫ સીજી૦૫૪૪ કબ્જે કરી આરોપી નિકુંજ મોહનભાઇ રાઠોડ અને વોન્ટેડ આરોપી વિરૂધ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો નોંધ કરી વધુની તપાસ હાથ ધરી હતી


