GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI દિલ્હી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ માનનીય ઉપરાષ્ટ્રપતિ  સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી

MORBI દિલ્હી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ માનનીય ઉપરાષ્ટ્રપતિ  સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી

 

કાઠિયાવાડી અશ્વ’ના વારસા વિશે કરી વિસ્તૃત ચર્ચા

રાજધાની દિલ્હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન, ગુજરાતના રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન સાહેબ સાથે એક પ્રેરણાદાયી સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત ખાસ કરીને ગુજરાત અને કાઠિયાવાડના ગૌરવ સમાન ‘કાઠિયાવાડી અશ્વ’ના સંરક્ષણ અને પ્રચાર-પ્રસારના હેતુથી અત્યંત મહત્વપૂર્ણ રહી હતી.

આ અવસરે સાંસદશ્રીએ ઉપરાષ્ટ્રપતિશ્રીને કાઠિયાવાડી અશ્વ વિશેની ઊંડી અને રસપ્રદ માહિતી આપતું વિશેષ પુસ્તક ‘The Majestic Kathiawadi’ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન અશ્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા કાઠિયાવાડી અશ્વની શૌર્યગાથા, તેની અનોખી શારીરિક વિશેષતાઓ, ઐતિહાસિક પરંપરા અને આજે પણ વિશ્વભરમાં તેની જે આગવી ઓળખ છે, તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાતમાં અશ્વ સંવર્ધન (Breeding) અને સંરક્ષણ ક્ષેત્રે હાલમાં ચાલી રહેલા વિવિધ પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેસરીદેવસિંહજીએ આ ક્ષેત્રમાં ભવિષ્યમાં વધુ અસરકારક પગલાં કેવી રીતે લઈ શકાય તે માટે ઉપરાષ્ટ્રપતિશ્રીનું અમૂલ્ય માર્ગદર્શન પણ મેળવ્યું હતું.માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ કાઠિયાવાડી અશ્વ જેવા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય પરંપરાગત અશ્વ જાતિઓના સંવર્ધન માટે ખૂબ જ સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો અને આ વિષયમાં ઊંડો રસ દાખવ્યો હતો.આ મુલાકાતથી કાઠિયાવાડી અશ્વના સંરક્ષણ, પ્રચાર અને વૈશ્વિક સ્તરે તેની પ્રતિષ્ઠા વધારવા માટેના પ્રયાસોને એક નવું બળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!