GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: મધ્યપ્રદેશ રાજયના રાજયપાલશ્રી મંગુભાઈ પટેલ આગામી તા.૧૫માર્ચ સુધી નવસારી જિલ્લાની મુલાકાતે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી તા.10 મધ્યપ્રદેશ રાજયના રાજયપાલશ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ તા.૧૧ થી તા.૧૫/૦૩/૨૦૨૫ સુધી નવસારી જિલ્લાની મુલાકાતે પધારાનાર છે. તેઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તા.૧૧-૦૩-૨૦૨૫ના રોજ સવારે ૧૧.૨૦ કલાકે સ્વ.ગુણવંતભાઇ પુરુષોત્તમભાઇ ઢીંમ્મરના નિવાસસ્થાન, 4/બી, શ્રી બંગલો, મેહુલ પાર્ક, વિનાયક સ્કુલ ગેટની સામે, નવસારી ઉપસ્થિત રહી ઢીંમ્મર પરિવારની મુલાકાત લેશે. ત્યાર બાદ ૧૧.૪૦ કલાકે સ્વાન્તિક, સહયોગ સોસાયટી, સર્કીટ હાઉસ પાસે, લુન્સીકુઇ, નવસારી રોકાશે. ૧૬.૩૦ કલાકે ડો.શ્રોફ આંખની હોસ્પિટલ, પેટ્રોલ પંપની પાછડ, અર્નોધ્યા ગેસ્ટ હાઉસ, રેલ્વે સ્ટેશન રોડ, નવસારી ખાતે મુલાકાત લેશે. ૧૮.૦૦ કલાકે સ્વાન્તિક, સહયોગ સોસાયટી, સર્કીટ હાઉસ પાસે, લુન્સીકુઇ, નવસારી રાત્રી રોકાણ કરશે. રાજયપાલશ્રી તા.૧૨,૧૩,૧૪ અને ૧૫-૦૩-૨૦૨૫ના રોજ સ્વાન્તિક, સહયોગ સોસાયટી, સર્કીટ હાઉસ પાસે, લુન્સીકુઇ, નવસારી રોકાશે.

Back to top button
error: Content is protected !!