
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધોલીયાના ગૌચરમાં રસ્તા મામલે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ,મહિલાઓએ છાજિયા લઈ વિરોધ નોંધવતાં કલેકટર કચેરી છાજિયાથી ગુંજી ઉઠી
ધોલીયા ગામની સીમમાં આવેલ(ડુંગરી) કવોરીનો કાયદેસરનો રસ્તો ધોલીયા ગામમાંથી મડાસણા કમ્પા તરફ જતો પાકો માર્ગ હોવા છતાં કવોરીના માલિક પોતાના સત્તાના જોરે વાંટડા ગ્રામ પંચાયતના ગૌચરમાં બિનકાયદેસર રસ્તો બનાવી આશરે ૫૦૦૦ ની વસ્તી ધરાવતું વાંટડા ગામમાં ધૂળ ઉડે છે માનવ વસાહતો હોવાથી માણસોનું આરોગ્ય જોખમાયું છે વારંવાર ગામ લોકોની રજૂઆત કરવા છતાં કવોરીના માલિક ગામ લોકો વિરૃધ ખોટી અરજીઓ પોલીસમાં તેમજ માથાભારે શખ્શો ધારા હેરાન કરવામાં આવે છે.સરકારે કરોડોના ખર્ચે બનાવેલ ચેકડેમ જેનો આશય પાણી રોકાય તેમજ રીચાર્જ થાય પાણીના સ્તર ઉપર આવે તે ચેક ડેમને પણ આ લોકોએ ડુંગરીના મોટા પત્થરો નાખી પૂરી નાખેલ છે તથા ચેક ડેમને નુકશાન કરેલ છે. જેને લઇ સમગ્ર ગ્રામજનોની રજૂઆત સાથે કવોરીનો કાયદેસરનો રસ્તો ધોલીયા તથા મડાસણા કમ્પા તરફના પાકા રસ્તેથી અવર જવર કરે વાંટડા ગ્રામ પંચાયતના રેકર્ડે આવો કોઈ રસ્તો નથી ગ્રામ સભાની મીટીંગ કરી સમસ્ત ગ્રામ જનોની હાજરીમાં ઠરાવ કરેલ છે કે વાંટડા પંચાયત ના ગૌચર બિન કાયદેસર રસ્તો તથા ખનન બંધ થાય તેમજ કવોરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત વાંટડા ગામ વચ્ચે થી પસાર થતો કોઈ પણ એપ્રોચ રોડ ઉપરથી ભારે વાહનોની અવર જવર ના થાય અને ગ્રામજનો અને કવોરી માલિક વચ્ચે ઘર્ષણ ઉભું ન થાય તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું




