GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 મુખ્ય સ્થાનો પર CCTV ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના એવા વિસ્તારો જ્યાં અવાર નવાર સતત ગંદકી ફેલાવાની ઘટનાઓ નોંધાય છે, તેવા Garbage Vulnerable Points (GVPs) પર નિયંત્રણ લાવવા નવા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

આ કામગીરી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.કુલ 6 મહત્વપૂર્ણ GVP પર હવે સીસીટીવી મોનિટરિંગ શરૂ થઈ ગયું છે, જેમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે: 1.સિલોટવાડ – ટાઉન પોલીસ સ્ટેશન પાસે, 2. રિદ્ધિ સિદ્ધિ, મણેકલાલ રોડ 2.0,3.રેલવે સ્ટેશન નજીક, સંદીપ એમ્પેરિયમ પાસે,4. સિંધી કેમ્પ રોડ, ટેકનિકલ સ્કુલ પાસે,5. ડિગી મહલ્લો, સયાજી લાઈબ્રેરી રોડ,6. બાના ક્લબ, સ્વામી વિવેકાનંદ સોસાયટીઆ  GVP સ્થાનો પર સતત મોનિટરિંગ થતું રહેશે અને જે નાગરિકો જાહેર સ્થળે ગંદકી ફેલાવશે તેમની સામે CCTV ફૂટેજના આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ શહેરની સ્વચ્છતા જાળવી રાખે અને જાહેર સ્થળે કચરો ન ફેંકે. આપનો સહયોગ જ સ્વચ્છ અને સજ્જડ નવસારી માટે સૌથી મોટું પગલું છે.

Back to top button
error: Content is protected !!