AHAVADANGGUJARAT

Navsari: સંસ્કારી નગરી નવસારીમાં તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૧૦૮ કુંડીય સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ-ડાંગ

વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી વિશેષ ઉપસ્થિત રહેશે;તા.૨૨ જાન્યુઆરીએ ભવ્ય શોભા કળશયાત્રા નિકળશે….

૧૯૮૨ થી સમગ્ર નવસારીમાં આધ્યાત્મિક ચેતના કેન્દ્ર બનેલા ગાયત્રી શકિતપીઠ નવસારી દ્વારા આગામી તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૧૦૮ કુંડીય શકિત સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. આ દરમિયાન વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી તા.૨૩ જાન્યુઆરીને ગુરુવારે નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેશે.
ગાયત્રી ઉપઝોન નવસારી સંયોજક હિતેન્દ્રભાઇ દેસાઇ જણાવે છે કે, આ મહાયજ્ઞની વિશેષ શોભાયાત્રા કળશ યાત્રા તા.૨૨ જાન્યુઆરી ના રોજ બપોરે ૧૨-૩૦ થી ગાયત્રી શકિતપીઠ થઇ સ્વપ્ન લોક સોસાયટી, કાલિયાવાડી ખાતે પહોંચશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર આયોજનમાં સવાર-સાંજ મહાપ્રસાદ સહિત વિવિધ પૂજન થશે.તા.૨૩ મી જાન્યુઆરી સવારે ૮-૩૦ કલાકે ડો.ચિન્મય પંડયાજી વલસાડ તથા સવારે ૧૧-૦૦ કલાકે સ્વપ્નલોક સોસાયટી યજ્ઞ સ્થળે પધારી આશીર્વચન આપશે.

Back to top button
error: Content is protected !!