Rajkot: શ્રી મહિલા સેવા સમિતિ – વાણીયાવાડી દ્વારા સર્વજ્ઞાતિના બાળકો તથા બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસ – ૨૦૨૫નું આયોજન

તા.૧૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તા.૨૧ થી ૩૦ મે સુધી પટેલવાડી, વાણીયાવાડી ખાતે આયોજન, તા. ૧૫ મે સુધીમાં બપોરે ૨ થી ૫ દરમિયાન પટેલવાડી, વાણીયાવાડી ખાતે ફોર્મ ભરી શકાશે
શ્રી મહિલા સેવા સમિતિ – વેલકમ વાણીયાવાડી, રાજકોટ દ્વારા બાળકો તથા બહેનો માટે આગામી તા. ૨૧-૫-૨૦૨૫ થી તા. ૩૦-૫-૨૦૨૫ દરમિયાન પટેલવાડી, ૧/૧૦ દયાનંદનગર, વાણીયાવાડી ખાતે બપોરે ૨ થી ૬ દરમિયાન સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે.
સમર ટ્રેનિંગ કલાસ બે વિભાગમાં યોજાશે. બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન મહેંદી, ભરતકામ, ડાન્સ, સિવણ કલાસ, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ, ગૂંથણ કામ, માચી વર્કના ક્લાસ યોજાશે. બપોરે ૪ થી ૬ કલાકના સમયગાળામાં રીયલ ફલાવર્સ, નેલ આર્ટ, દાંડિયા, કરાટે, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, જ્વેલરી મેકિંગ, ફેબ્રિક જવેલરી જેવી વિવિધ કલાઓ નજીવા દરે શીખવવામાં આવશે.
આ કલાસમાં જોડાવા માટે તા. ૧૫-૫-૨૦૨૫ સુધીમાં બપોરે ૨ થી ૫ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી પટેલવાડી, વાણીયાવાડી ખાતે જમા કરાવવાનું રહેશે. દરેક વર્ગમાં પહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ કલાસમાં શીખવવામાં આવતી તમામ કલાઓ બહેનોને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. વધુ માહિતી માટે સંસ્થાના દીપ્તિબેન સંઘાણી મો. ૯૮૨૫૬૮૭૮૩૩, મીનાબેન પારસાણા મો. ૯૯૦૪૯૨૪૨૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.


