અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ.બુ. વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિન ઉજવાયો
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ.બુ. વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા તા. ભિલોડા માં શિક્ષક થી લઈ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પોતાની ભૂમિકા અદા કરનાર તેમજ સાચા અર્થમાં શિક્ષણવિદ અને કોઈપણ ભોગે સત્તા નહીં પણ સેવા ના મંત્ર ને જીવન મંત્ર બનાવનાર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિન ઉજવાયો જેમાં શાળાના 16 વિદ્યાર્થીઓએ શિક્ષક તેમજ આચાર્ય તરીકે અને સેવક તરીકેની ભૂમિકા અદા કરી હતી. જેમાં કટારા દીપિકા બેન શંકરભાઈએ આચાર્ય તરીકેની ફરજ નિભાવી હતી. સમૂહ સભામાં શાળા ના આચાર્ય કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના જીવન અને કવન વિશે માહિતગાર કર્યા હતા.વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા તેમજ પ્રતિભાવો આપ્યા. શાળાપરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સમગ્રકાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી ડી.કે પટેલ તેમજ નિકુંજભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.