NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે સરકારી વકીલ અજયકુમાર જે. ટેલરની સત્ય અને નિષ્ઠાપૂર્વકની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના સરકરકારી વકીલ અજયભાઇ જયંતીભાઈ ટેલર પોતાના કાર્યમાં કુશળતા પૂર્વક સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને અદમ્ય સહસ સાથે ન્યાય પ્રત્યે આપની અવિચળ પ્રતિબદ્ધતાએ સમાજમાં કાયદાના શાસનને મજબૂત બનાવ્યું છે. વિશેષ રૂપે, ૨૦૨૨થી આજ સુધી, પોક્સો કેસ હેઠળ ૨૦ યૌન અપરાધીઓને ન્યાયાલયમાંથી ૧૦ વર્ષ, આજીવન/૨૦ વર્ષ,છેલ્લા શ્વાસ સુધી કેદની સજા કરાવી છે, જેના કારણે પીડિતોને ન્યાય મળ્યો અને સમાજમાં સુરક્ષા તથા વિશ્વાસની ભાવનાને બળ મળ્યું.
એમની કાર્ય માત્ર કાનૂની ક્ષેત્રમાં અનુકરણિય જ નથી, પરંતુ તે ન્યાયવ્યવસ્થામાં નિષ્પક્ષતા અને સત્યની વિજયનું પ્રતિક પણ છે. કોઈ પણ લોભ, લાલચ કે દબાણ વિના  કર્તવ્યોનું નિર્વહન કર્યું અને કાયદાના સિદ્ધાંતોની રક્ષા કરી છે. આ ઉત્તમ યોગદાન માટે AHP – RBD (અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળ)ના હિન્દૂ સમ્રાટ આગેવાનોએ સન્માનપૂર્વક પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!