BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં ગુજકેટ પરીક્ષા:18 કેન્દ્રો પર 3405 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી પરીક્ષા

સમીર પટેલ, ભરૂચ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર કુલ 3405 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓમાં 1611 ગુજરાતી માધ્યમના, 1762 અંગ્રેજી માધ્યમના અને 32 હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્રો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નારાયણ વિદ્યાવિહારમાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર બે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.




