કાલોલ શહેર ની શ્રી ભગિની સેવા મંડળ ધ્વારા નિબંધ સ્પર્ધા નું આયોજન કરાયું

તારીખ ૧૬/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરની શ્રી ભગિની સેવા મંડળ ધ્વારા નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગિની સેવા મંડળ દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનો એ ભાગ લીધો હતો જ્યાં આ સ્પધૉમાં વિજેતા બહેનો ને સર્ટીફીકેટ મેડલ અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સ્પધૉ બે વિભાગ માં યોજાયેલ જેમાં વિભાગ :-૧ વયમર્યાદા માં વિજેતા પ્રથમ વિજેતા મિલૌનીબેન સંયમકુમાર પટેલ. દ્રિતીય વિજેતા હેમાક્ષીબેન સુભાષભાઈ શાહ, તૃતીય વિજેતા ઈશાબેન કિરણકુમાર પારેખ જ્યારે વિભાગ :-૨ માં પ્રથમ નંબર ગીતાબેન શશિકાન્તભાઈ ગાંધી દ્રિતીય વિજેતા પુર્ણિમાબેન પંકજભાઈ શાહ તૃતીય વિજેતા મનીષાબેન જયેશભાઈ કાછીયા અને કામીનીબેન મિનેષભાઈ શેઠ દરેક વિજેતાને મંડળે અભિનંદન પાઠવ્યા, દરેક વિજેતા બહેનને ઈનામ અંલકાર પબ્લિકકેશન ગૃપ તરફથી તેમજ ભાગ લેનાર તમામ સભ્ય ને આશ્વાસન ઈનામ વસંત મસાલા તરફથી આપવામાં આવશે શ્રી ભગિની સેવા મંડળ દ્વારા દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો.





