વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ મંડળ લિમીટેડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સફળતા મળી છે. કુલ 9 બેઠકોમાંથી 5 પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી રહ્યા, જ્યારે ભાજપના ઉમેદવારોને 4 બેઠકો પર સંતોષ માનવો પડ્યો. ખાસ કરીને, ચીખલી APMCના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા પણ પરાજિત થયા હતા, જે નોંધપાત્ર ઘટના રહી. વિજયી કોંગ્રેસ ઉમેદવારો: શ્રી શશિન પટેલ (ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ)ઈશ્વરભાઈ સી. પટેલ ભાવિનભાઈ ઈશ્વરભાઈ ડી. પટેલ દિનેશભાઈ સી. પટેલ આ જીતને ઉજવવા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ વિજયી ઉમેદવારો અને તાજેતરમાં નિયુક્ત થયેલા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલનું ભવ્ય સન્માન સમારંભ યોજ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ:સુભાષભાઈ અશ્વિનભાઈ, વિભાબેન પૂરવ વિમલ, બહેજ ધર્મેશભાઈ, ચંદ્રકાંતભાઈ મહેશભાઈ, વિજયભાઈ વડપાડા અને અન્ય આગેવાનો સાથે કાર્યકરો તથા ગ્રામ્ય સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શશિન પટેલે કહ્યું:“આ વિજય લોકોના વિશ્વાસનો પ્રતીક છે. સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ હંમેશા પારદર્શક અને જનહિતક કામગીરી માટે પ્રતિબદ્ધ રહી છે.”