NAVSARINAVSARI CITY / TALUKO

આજે ૧૩ તારીખથી યોજાશે સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૩/૦૫/૨૦૨૬ બુધવાર અને તા. ૧૬/૦૫/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૧:૩૦ કલાક દરમિયાન યોજાશે.

         આ માર્ગદર્શન કાર્યક્રમ સરકારી પોલીટેકનીક નવસારી, મટવાડ ગામ, દાંડી રોડ, નવસારી ખાતે આવેલ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સી-૧૦૮ કોમ્પ્યુટર સેન્ટરમાં યોજાનાર છે. કાર્યક્રમ દરમિયાન સરકારી પોલીટેકનીક નવસારીના એ.સી.પી.ડી.સી.ના અધિકારીઓ દ્વારા ચર્ચાસભા તથા માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા, વિવિધ શાખાઓ, ઓનલાઈન નોંધણી, મેરીટ, પસંદગી પ્રક્રિયા તેમજ કારકિર્દીની તકો અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

          પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!