NAVSARIVANSADA

નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વાંસદાના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી….

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

*વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પુનઃવ્યવસ્થાપન માટે કરવામાં આવેલ કામગીરીને સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા*

ગત રાત્રિએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારમાં મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને નુકસાન થયું હતું. વાવાઝોડા પછી નવસારી જિલ્લા તંત્ર દ્વારા તુરંત સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિનો તાગ મેળવવા આજરોજ નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાંસદામાં વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ સિણધઇ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા, નુકશાની અંગે ચોક્કસાઈપૂર્વક સર્વે કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત વેળા વલસાડના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!