NAVSARIVANSADA

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત લીમઝર સરકારી દવાખાનામાં દર્દીઓને ફ્રૂટ,બિસ્કિટ વિતરણ કરાયા…

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ભારતના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીજી ના 75 માં જન્મ દિવસ પ્રસંગે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત વાંસદા તાલુકાના લીમઝર ગામે આવેલ સરકારી દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવેલ સાથે દર્દીઓને સર્વ રોગ નિદાન કેમ્પમાં જરૂરિયાત મંદોને સારવાર આપી  મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લીમઝર ગ્રામ પંચાયતના સરપંચ નુતનબેન પટેલના સહયોગથી ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવસારી જિલ્લા સેવા પખવાડાના સહઇન્ચાર્જ રાકેશભાઈ શર્મા તેમજ તાલુકા સંયોજક સંજયભાઈ બીરારી,સહસંયોજક ભુપેન્દ્રભાઈ પટેલ, સહસંયોજક લિરિલભાઈ પટેલ તથા સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રના લીમઝર ના સુપ્રિન્ટેન્ટ ડોક્ટર સત્યન પટેલ તથા સ્ટાફ તેમજ લીમઝર ગામના અગ્રણી મુકેશભાઈ પટેલ સંદીપભાઈ તથા હસમુખભાઈ વાસકુઈ. તથા લીમઝર ગામ ના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહી દર્દીઓને ફ્રુટ બિસ્કીટ વિતરણ કરવામાં મદદરૂપ બન્યા હતા સાથે સર્વ રોગ નિદાન કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!