NAVSARI

નવસારીમાં રામકથાની ભીડમાં ફરજના પોલીસકર્મીનો ગુમ થયેલ બોડીવોર્મ કેમેરો ન મળતા ફરિયાદ નોંધાઇ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારીના લુન્સીકુઇ મેદાનમાં છેલ્લા ચારેક દિવસથી પૂજ્ય.મોરારીબાપુ ની રામકથામાં ચાલી રહી છે. જેમાં ટ્રાફિક અને પોલીસ ફરજ બજાવવા આવેલ ચીખલીના પોલીસકર્મીના ખીસ્સા નજીક મુકેલો બોડીવોર્મ કેમેરો કઈક રીતે લુન્સીકુઈ સર્કલ નજીક પડી ગયો હતું  તેની શોધખોળ કરતા કેમેરો ન મળતા તેના ગુમ થયાની ફરિયાદ ટાઉન પોલીસ માં નોંધાવી હતી.

નવસારી માં રામકથા ચાલતી હોય જિલ્લાના પોલીસ કર્મીઓ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે. તેમાં ચીખલી પોલીસ માં ફરજ બજાવતા ગણપતભાઈ ઈશ્વરભાઈ નવસારીના લન્સિકુઇ મેદાનમાં રાખવામાં આવેલ રામકથાના બંદોબસ્તમાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્તના સ્થળ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા પાસે નોકરીના ફરજ પર હાજર હતા તે દરમ્યાન આશરે 1. 30 થી 2. 30 વાગ્યના સમય દરમિયાન રામકથા પૂર્ણ થયેલ તે દરમ્યાન લોકોની ભીડમાં ટ્રાફીક નિયમન કરતી વખતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં પાસેથી આગાળના બીજા સર્કલ સુધીના જાહેર રોડ વચ્ચે AXON કંપનીનો બોડી વોર્ન કેમેરો નં. X81618183 રસ્તામાં ક્યાક પડી ગયો હતો. ભીડમાં આ કેમરો ખોવાઈ જતા તેઓ શોધખોળ કરતા મળી ન આવતા ચીખલીના પોલીસકર્મીએ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

Back to top button
error: Content is protected !!