પ્રિતેશ પટેલ વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
ઉનાઈ ગામમાં ડુક્કરનો જમાવડો !
ડુક્કર દ્વારા થતી ગંદકીથી સ્થાનિકો તથા ખેડૂતો ત્રાહિમામ !
ઉનાઈ ગામ એક પ્રવાસન ગામ તરીકે મોખરે છે.પરંતુ અહીંની પરિસ્થિતિની વાત કરીએ તો ઠેર ઠેર ડુક્કરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીં આખા ગામમાં ડુક્કરનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે આમ જનતા તેનાથી ત્રાસી ગઈ છે. અત્રે ચોમાસાની સીઝન ચાલતી હોઈ વરસાદથી ગંદવાડની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ડુક્કર ગંદવાડમાં જ રહેતા હોય ગંદવાડને ચોમેર ફેલાવી દેતા હોય છે અને જેનાથી મચ્છરોનું ઉપદ્રવ વધતા બીમારીને નોતરું મળી રહ્યું હોઈ એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઇ રહ્યું છે ! બીજી બાજુ ચોમાસામાં ખેડૂતો વાવણી કરી પાક ઉગાવતા હોય છે પરંતુ આ ડુક્કર દ્વારા ખેડૂતના પાકને નુકસાન થવાની પણ ભીતિ પણ સર્જાય તો નવાઈ નહીં. !
………..
ઉનાઈ આખા ગામમાં કેટલાય સમયથી ડુક્કરનો ત્રાસ વધી ગયો છે વળી ડુક્કરો ગમે ત્યાં મળ મૂત્રનો ત્યાગ કરતા હોય છે અને તેનાથી ગંદકી થતી હોઈ નાના બાળકો ગમે ત્યાં રમતા હોઈ તેઓ બીમાર પડી જાય તેનો ભય સતાવી રહ્યો છે. તો તંત્રએ આ ડુક્કરોને ગામમાંથી કાયમ માટે હાંકી કાઢવા માટે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવા જોઈએ. – સ્થાનિક