
વિજાપુર ઉબખલ બસ સ્ટેન્ડ પાસે આવેલ કેબીન માં મૂકેલી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઉબખલ બસ સ્ટેન્ડ નજીક આવેલ કેબીનમાં વિદેશી દારૂનો વેપાર કરતા બે ઈસમો ને ઝડપી લઇ મુદ્દમાલ જપ્ત કરી વસઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ કુકારવાડા બીટ વિસ્તારમાં સ્થાનિક પોલીસ પેટ્રોલીંગ માં હતી. તે સમયે પોલીસ ને ખાનગીમાં બાતમી મળી હતી કે ઉબખલ બસ સ્ટેન્ડ નજીક એક કેબીન માં બારડ પ્રદીપસિંહ અને ચૌહાણ અજીતસિંહ નામના ઈસમો ખુલ્લે આમ વિદેશી દારૂનો વેપાર કરે છે. પોલીસ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા બે ઈસમો પ્રદીપસિંહ કેશુજી બારડ તેમજ અજીતસિંહ હરીસિંહ ચૌહાણ ને મુદ્દામાલ રૂપિયા 11,225 સાથે ઝડપી પાડી બંને સામે ગુનો નોંધી વિદેશી દારૂનો નો માલ ક્યાંથી લાવી વેપાર કરી રહ્યા છે.તેની પાછળ કોણ વ્યક્તિ છે. તે માટે વધુ તપાસ હાથ ધરી છે.



