AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદના ટેક વર્કફોર્સને મુખ્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક પગારો સાથે ગતિ મળશે

ટીમલીઝ ડિજિટલનું નાણાકીય વર્ષ 2024-25 માટે ડેટા વિશ્લેષણ જીસીસી, આઈટી અને નોન- ટેક ક્ષેત્રોમાં ટોચની નોકરીની ભૂમિકાઓ અને પ્રીમિયમ પગાર માટે ઊભરતા પ્રવાહો દર્શાવે છે

  • PR Article
  • જીસીસી સોફ્ટવેર ડેવલપમેન્ટ ડોમેનમાં પ્રીમિયમ પગાર ચૂકવશે એવો અંદાજ, જે આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રો કરતાં લગભગ 50 ટકા વધુ હશે.
  • અમદાવાદ જીસીસી, આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ અને નોન-ટેક ક્ષેત્રોમાં ટેક જોબની ભૂમિકાઓ માટે મુખ્ય સ્થળોમાંથી એક તરીકે ઊભરી આવ્યું છે.
  • અમદાવાદમાં સર્વોચ્ચ વેતન ચૂકવતી ટેક ભૂમિકાઓમાં રૂ. 16.6 એલપીએ અને રૂ. 13.8 એલપીએ સાથે અનુક્રમે પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ડેટા સાયન્સનો સમાવેશ થાય છે.
  • વધતા સાઈબર ખતરાઓ અને સંસ્થાકીય ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રક્ષણની વધતી જરૂરથી પ્રેરિત સાઈબર સિક્યુરિટી અને નેટવર્ક એડમિનિસ્ટ્રેશન આકર્ષક કારકિર્દીની પસંદગી બની રહે છે.

અમદાવાદ, 28 નવેમ્બર, 2024: ટીમલીઝ ડિજિટલ દ્વારા વિશ્લેષણ નાણાકીય વર્ષ 2024-25 માટે જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ), આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રોમાં મુખ્ય કાર્યશીલ ક્ષેત્રોમાં પ્રવેશ સ્તરીય નોકરીની ભૂમિકાઓની ઉત્ક્રાંતિ પામતી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે. ડેટા નવી પ્રતિભા માટે માગણી આલેખિત કરવા સાથે ઓફર કરાતા અપેક્ષિત પગાર પણ અધોરેખિત કરે છે, જે ભારતમાં ફૂલતાફાલતા કાર્યબળ માટે નાણાકીય વર્ષ કઈ રીતે આકાર પામી રહ્યું છે તે આલેખિત કરે છે.

અમદાવાદમાં સૌથી વધુ માગણી ધરાવતી ટેક ભૂમિકાઓમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને ડેવઓપ્સ સૌથી આગળ છે, જેઓ અનુક્રમે રૂ. 16.6 એલપીએ, રૂ. 13.8 એલપીએ અને રૂ. 8.2 એલપીએનાં આકર્ષક પગારનાં પેકેજો ઓફર કરે છે. ઉપરાંત સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફુલ સ્ટેક ડેવલપમેન્ટ, ડેટા એન્જિનિયરિંગ, સાઈબર સિક્યુરિટી અને ફાઈનાન્શિયલ એનાલિસિસમાં ભૂમિકાઓ માટે પણ રૂ. 5.9 એલપીએથી રૂ. 7.5 એલપીએ સુધીના સ્પર્ધાત્મક પગારો ઓફર કરાય છે.

પગારો અને કાર્યશીલ ડોમેન્સઃ આગામી વર્ષમાં શું થશે

ટીમલીઝ ડિજિટલ જાહેર કરે છે કે કોડિંગ, ડિઝાઈનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં અને સોફ્ટવેર એપ્લિકેશન્સ જાળવતાં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એન્જિનિયરિંગ ડોમેન આકર્ષક તકો આપવા માટે સુસજ્જ છે. ઉત્પાદકતા, અચૂકતા અને નાવીન્યતા વધારવા માટે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એઆઈ / એમએલ માટે વધતી માગણી આ પ્રવાહથી વધુ પ્રેરિત છે. આને કારણે નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી આ ડોમેનમાં પ્રવેશ સ્તરીય હોદ્દાઓમાં જીસીસીમાં રૂ. 9.37 એલપીએનો સરેરાશ પગાર અપાય એવી અપેક્ષા છે, જે પછી આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસમાં રૂ. 6.23 એલપીએ અને નોન-ટેક ક્ષેત્રોમાં રૂ. 6 એલપીઓનો સમાવેશ થાય છે.

આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાની ખાતરી રાખતા મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાઈબરસિક્યુરિટી અને નેટવર્ક એડમિનિસ્ટ્રેશન ડોમેનમાં જીસીસી રૂ. 9.57 એલપીએના સરેરાશ પગાર સાથે આગળ રહેવાની અપેક્ષા છે, જે તેના આઈટી સમોવડિયાઓની તુલનામાં 40.12 ટકા ઉચ્ચ છે, જે નિર્બળતાઓ ઓળખવા અને જોખમ સન્મુખતા નાબૂદ કરવામાં નિપુણતા માટે મહત્ત્વપૂર્ણ જરૂર દર્શાવે છે, જ્યારે આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ રૂ. 6.83 એલપીએ અને નોન-ટેક ક્ષેત્રો રૂ. 5.17 એલપીએ ઓફર કરી શકે છે.

ડેટા મેનેજમેન્ટ અને એનાલાઈટિક્સ ડોમેનમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં ટેકો આપવા માટે ડેટા ભેગો કરવો, સંગ્રહ અને વિશ્લેષણ કરવાનો સમાવેશ થતો હોઈ તેમાં નાણાકીય વર્ષ 2024-25માં જીસીસીમાં રૂ. 8.73 એલપીએનો સરેરાશ પગાર મળી શકે એવી અપેક્ષા છે, જ્યારે આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસમાં રૂ. 7.07 એલપીએ અને નોન-ટેક ક્ષેત્રોમાં રૂ. 6.37 એલપીઓનો સમાવેશ થાય છે. કલાઉડ પ્લેટફોર્મ્સ અને ઈઆરપી સિસ્ટમ્સ થકી ઉચ્ચ સ્તર અને ખર્ચ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ક્લાઉડ સોલ્યુશન્સ અને એન્ટરપ્રાઈઝ એપ્લિકેશન્સ મેનેજમેન્ટનું ડોમેન જીસીસીમાં રૂ. 7.67 એલપીએ અને આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસમાં રૂ. 6.07 એલપીએનો પ્રવેશ સ્તરીય પગાર ઓફર કરવા માટે સજ્જ છે.  નોન-ટેક ઉદ્યોગ ક્લાઉડ સોલ્યુશન ભૂમિકાઓ માટે રૂ. 6.53 એલપીએનો સરેરાશ પગાર ઓફર કરવા માટે સુસજ્જ છે, જે આઈટી ક્ષેત્ર કરતાં આશરે 8 ટકા ઉચ્ચ હોઈ બીએફએસઆઈ, હેલ્થકેર ને ઉત્પાદન જેવાં મુખ્ય ક્ષેત્રોમાં ક્લાઉડ ટેકનોલોજી અપનાવવામાં અગ્રતાથી પ્રેરિત છે.

ટોચની માગણીની નોકરીની ભૂમિકાઓ અને ક્ષેત્રમાં ઈનસાઈટ્સ

નાણાકીય વર્ષ 2024-25 માટે જીસીસી રૂ. 11.8 એલપીએથી રૂ. 8.8 એલપીઓ સુધીની શ્રેણીના પગાર સાથે પેનેટ્રેશન ટેસ્ટર, ડેટા સાયન્ટિસ્ટ, ફુલ સ્ટેક ડેવલપર, સોફ્ટવેર ડેવલપર અને કસ્ટમર સક્સેસ સ્પેશિયાલિસ્ટ જેવી ભૂમિકાઓને અગ્રતા આપી રહી છે. આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ક્ષેત્રને રૂ. 9.7 એલપીએ અને રૂ. 6.9 એલપીઓ વચ્ચે પગારોની ઓફર સાથે બિગ ડેટા ડેવલપરો, આઈટી ઓડિટરો, આરપીએ બિઝનેસ એનાલિસ્ટ્સ, ક્લાઉડ સિક્યુરિટી એન્જિનિયરો અને આઈઓટી એન્જિનિયરો જોઈએ છે. નોન- ટેક ક્ષેત્રો રૂ. 9.4 એલપીએ અને રૂ. 6 એલપીએ વચ્ચે પગાર સાથે ડેટા એન્જિનિયર, એસએપી એબીએપી કન્સલ્ટન્ટ, ક્લાઉડ સપોર્ટ એન્જિનિયર, સાઈબર સિક્યુરિટી એનાલિસ્ટ અને ઓટોમેશન એન્જિનિયરો જેવી ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અલગ અલગ ક્ષેત્રોમાં ટેકની ભૂમિકાઓની સ્થિતિ પર ભાર આપતાં ટીમલીઝ ડિજિટલના વીપી મુનિરા લોલીવાલા જણાવે છે, “ભારતની ટેક જોબ માર્કેટમાં નાણાકીય વર્ષ 2024-25 માટે અમારા ડેટા દ્વારા આલેખિત ગતિશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં સુધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા ટેલેન્ટ પૂલ સાથે અમદાવાદ મૂખ્ય શહેર તરીકે ઊભરી રહ્યું છે. આઈટી સેવાઓએ છેલ્લાં 2-3 વર્ષમાં ફ્રેશર અને પ્રવેશ સ્તરીય હાયરિંગમાં મંદી જોઈ છે ત્યારે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને નોન-ટેક ક્ષેત્રો યુવા પ્રતિભાઓને આવકારવા અને સમૃદ્ધ તકો આપવા માટે પથદર્શક તરીકે ઊભરી રહ્યાં છે. ભારતમાં 1.66 મિલિયન લોકોને રોજગાર આપતા અને વૈશ્વિક ધોરણો જાળવવાની તેમની જરૂર જોતાં જીસીસીના ઝડપી વિસ્તરણને તે આભારી છે. પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ડેટા સાયન્સ જેવી ભૂમિકાઓમાં અમદાવાદના ઉદ્યોગોમાં માગણી વધેલી જોવા મળે છે, જે પ્રતિભાઓ માટે ભરપૂર તકો નિર્માણ કરે છે. અમદાવાદમાં જીસીસી, આઈટી અને નોન-ટેક ક્ષેત્રોમાં સંસ્થાઓ તરીકે તેમની પ્રતિભા પ્રાપ્તિની

વ્યૂહરચનાઓમાં ઉત્ક્રાંતિ પામી હોવાથી ઉમેદવારોને ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુમેળ સાધતી હાઈબ્રિડ કુશળતાઓથી પોતાને સુસજ્જ કરીને ભરપૂર જ્ઞાન મળી શકે છે.”

 

Back to top button
error: Content is protected !!