કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં જન્માષ્ટમીના મેળાનો ભવ્ય માહોલ: ભક્તિ, મનોરંજન અને ઉત્સવના સંગમમાં ઉમટી જનમેદની.

તારીખ ૦૫/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો દર વર્ષે ગામમાંમેળો યોજાય છે.જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે મેળો એ ભારતીય સંસ્કૃતિ, લોકજીવન અને આનંદ-ઉલ્લાસનું એક સુંદર પ્રતીક છે. ખાસ કરીને ગુજરાતમાં જન્માષ્ટમીના મેળાનું વિશેષ આકર્ષણ હોય છે.મેળામાં એક તરફ શ્રીકૃષ્ણ જન્મનો ઉત્સવ અને ભક્તિભાવ હોય છે, તો બીજી તરફ મનોરંજન, ખરીદી અને ખાનપાનનો આનંદ હોય છે.લોકો પરંપરાગત અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને પરિવાર અને મિત્રો સાથે મેળામાં આવે છે, જેથી લોકસંસ્કૃતિનો સુંદર નજારો જોવા મળે છે.ગોળ-ધાણા, માખણ-મિશ્રી, ચાર્ટ, ફાફડા-જલેબી, આઈસ્ક્રીમ અને સ્થાનિક વાનગીઓના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.ખરીદી (હાટ-બજાર): હાથબનાવટની વસ્તુઓ, માટીના રમકડાં, કટલેરી items, ઘરવખરીનો સામાન અને બાળકો માટેના રમકડાંના અનેક સ્ટોલ હોય છે.જન્માષ્ટમીનો મેળો એ માત્ર મનોરંજન નથી, પરંતુ સમરસતા, પ્રેમ અને ભાઈચારાનું એક સુંદર માધ્યમ છે. ડેરોલ ગામમાં કરુણાસાગર મંદિર તેમજ બહુચર માતા અને દ્વારકાધીશ મંદિર પાસે મેળાંમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો ઉમટ્યા હતા જેથી ૧ કી.મી જેટલો રોડ ઉપર પબ્લીક જોવા મળે છે.દ્વારકાધીશ મંદિરમાં બાળ સ્વરૂપે કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પાલના ઝુલાવી સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા ને બાળ સ્વરૂપે લાડ લડાવી પરમ આનંદ પ્રાપ્ત કરેલ.






