હાલોલ નગર ખાતે પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,નગર દેશભક્તિના રંગે રંગાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૪
હાલોલ નગર ખાતે આજે બપોર બાદ હાલોલ ટાઉન તેમજ હાલોલ રૂરલ પોલીસ દ્વારા સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ હાલોલ પ્રાંત અધિકારી ની ઉપસ્થિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. યોજાયેલ તીરંગા યાત્રામાં હાલોલ ટાઉન તેમજ હાલોલ રૂરલ પોલીસ,વી.એમ.શાહ સ્કૂલના વિદ્યાર્થીઓ, તેમજ હાલોલ ઔધોગિક એકમના કર્મચારીઓ જોડાયા હતા.સ્વતંત્રતા પર્વના આડે ગણતરીના કલાકો બાકી રહેતા રાજ્યભર સહીત સમગ્ર દેશમાં રાષ્ટ્ર પર્વની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો રહ્યો છે.જેને લઇ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત આજે હાલોલ નગર ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ સ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. નીકળેલી તીરંગા યાત્રામાં તમામ લોકોના હાથમાં માનભેર રાષ્ટ્ર ધ્વજ લઇ રાષ્ટ્ર ગીતગાન કરતા આન બાણ શાન થી રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીના ભાગ રૂપે યાત્રામાં જોડાયા હતા.હજારો ની જનમેદની સાથે એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા માં લોકો જોડાતા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.નીકળેલી તિરંગા યાત્રા નગરમાં મુખ્ય માર્ગો ઉપર ફરી પાવાગઢ રોડ ખાતે સમાપ્ત થઇ હતી. સમસ્ત તિરંગાયાત્રા દરમિયાન હાલોલના રાજમાર્ગો પર ડી.જે.માંથી વાગતા દેશભક્તિના ગીતોથી સમગ્ર રાજમાર્ગો દેશભક્તિના સુરોથી ભીંજાઈને ભારત માતાની જય દેશભક્તિના નારાઓના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રામાં ધારાસભ્ય સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિશાળ જનમેદનીના હાથોમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ તિરંગાથી સમગ્ર હાલોલ નગર તિરંગામય બની દેશભક્તિના રંગે રંગાયું હતું.









