NAVSARI
વાંસદા તાલુકાના લીંબારપાડા ગામે નાળાનું કામ અને જૂના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કંડોલપાડા ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ કંડોલપાડા પેટા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી. મેળવ્યા બાદ ભાજપાએ આપેલ વચન સ્થાનિક કાર્યકર્તાની માંગણી વર્ષો જૂનાં રસ્તા અને નાળાનું કામ લીંબારપાડા ગામે ડુંગરી ફળીયામાં જેનું ખાતમૂહુર્ત નવનિયુક્ત તાલુકા સદસ્ય રસિકભાઇ પટેલ પેટા ચુંટણીનાં પ્રભારી મુકેશભાઇ પટેલ માજી તાલુકા પ્રમુખ શાંતુભાઇ ગાંવિત,માજી કારોબારી સભ્ય રસિકભાઇ ટાંક કંડોલપાડા સરપંચ રમેશભાઇ પટેલ ઢોલુમ્બર સરપંચ,ઢોલુમ્બર ગામનાં ભાજપા સક્રિય કાર્યકર્તા અને આગેવાન ચંદુભાઇ રાઉત,વાંસકૂઇ ગામ આગેવાન હસમુખભાઇ ચવધરી અને લીંબારપાડા ડુંગરી ફળિયાનાં આગેવાનો સાથે ખાતમૂહૂર્ત કરવામાં આવતાં ખુશીની માહોલ જોવા મળ્યો..