હિંમતનગર ની સંસ્થા નું ડ્રગ્સ મુક્તિ અને પુસ્તક વાંચન આધારિત એક પાત્રી નાટક અમદાવાદ ભજવાયું.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી અને સાગર એકેડેમી હિંમત નગર દ્વારા ૧૯ મી જુલાઇ ના રોજ અમદાવાદ ખાતે એચ.કે.કૉલેજ ના હૉલ માં યુવા કલાકાર રાજન વ્યાસ અભિનિત એક પાત્રી નાટક ” મળવા જેવો માણસ” ના બે પ્રયોગ રજૂ થયા જેમાં સવારે કૉલેજ ના વિદ્યાર્થીઓ નેસંદેશ આપવાના હેતુ થી અને રાત્રે અમદાવાદ ના નાટય પ્રેમી પ્રેક્ષકો માટે રજૂ થયું. રાત્રી ના શો પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિત ઠાકર,સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી ના ઉપાધ્યક્ષ શ્રી જોરાવરસિંહ જાદવ,કર્ણાવતી મહાનગર પાલિકા અમદાવાદ ના સદસ્ય શ્રીમતી આશાબેન બ્રહ્મભટ્ટ અને હેમંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહનુભવો નું સાગર એકેડેમી દ્વારા મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું .
નાટક ના લેખક,દિગ્દર્શક ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર ભરત વ્યાસે વધુ માં જણાવ્યું કે આ નાટક યુવાનો ને ડ્રગ્સ મુકત રહેવા અને પુસ્તક વાંચન તરફ પ્રેરિત કરવા અને માં બાપ નું મૂલ્ય સમજવાના એક પ્રયાસ ના ભાગ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે.
આ નાટક નિહાળવા કલાકારો સહિત નાટય પ્રેમી પ્રેક્ષકો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.નાટક ના અંતે પ્રેક્ષકો એ સુંદર અર્થ પૂર્ણ સામાજિક સંદેશ રજૂ કરવા બદલ કલાકાર રાજન વ્યાસ અને નાટક ને સ્ટેન્ડિંગ એવીએશન આપવામાં આવ્યું હતું.” મળવા જેવો માણસ” માણવા જેવું સુંદર અર્થ સભર નાટક છે.







