NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી

વાત્સલયમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર પીનલ ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશનમાં કાર્યરત વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ચાઈલ્ડ કેર વિભાગ, સર્વેલન્સ સેલ, કમ્પ્યુટર રૂમ, ટાઉન બીટ, રજિસ્ટ્રી/MOB સહિતના વિભાગોની કામગીરી તેમજ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખેરગામ તાલુકાની પરિસ્થિતિ અંગે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશનની કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીની પ્રશંસા સાથે ઉત્સાહવર્ધન કર્યું હતું. સાથે જ નાગરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સંકલિત અને સતર્ક કામગીરી ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!