Navsari: ગણદેવીના દેવસર ગામ ખાતે આગની ઘટનામાં ત્રણ સામે માનવ વધનો ગુનો નોંધાયો બે ઇસમોની ધરપકડ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક દેવસર ગામ ખાતે જયહિંદ કલે વર્ક કમ્પાઉન્ડમાં આવેલ જયપુર ગોલ્ડન ટાન્સપોર્ટના ગોડાઈનમાં આગ લાગતા ત્રણ લોકોના મોંત થયા હતા જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અચાનક ભડાકાની સાથે આગ ફેલાતા ગોડાઉનમાં કામ કરતા ત્રણ લોકોનું ભડતું થઈ જતા આજુબાજુ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ આગની દુર્ઘટનામાં જે કેમિકલ ગોડાઉનમાં ઉતારતા હતા એ GP થીનર હતું આ કેમિકલ અતિ વિસ્ફોટક હતું એ કેમિકલ વહન કરવાના નિયમો હોય છે. આ થીનર ના બેરલો ટ્રાન્સપોર્ટ પર મોકલનાર બે ઈસમો તેમજ ટાન્સપોર્ટના માલિકની ઘોર બેદરકારીના કારણે મોંતને ભેટનાર ત્રણ લોકો પૈકી ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે કામ કરતા અનુપ નૂનીયા નામના ઇસમનો પણ ભડતું થઇ જવા પામ્યું છે. આ આગની ઘટનામાં પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે.આ આગની ઘટનામાં પોલીસ તપાસમાં ચીખલી તાલુકાના મજીગામ ખાતે મહાદેવ ટ્રેડર્સ નામની ફર્મ ચલાવતા અર્જુનભાઈ વીરવાલ અને તેના પિતા સોહનલાલ વીરવાલ એ GP થીનર ભરેલા બેરલો ગોલ્ડન ટ્રાન્સપોર્ટ મોકલ્યું હતું બીલીમોરા પોલીસ ત્રણ આરોપીઓ સામે માનવ વધનો ગુંનો નોંધ્યો છે.આ ગુના સામેલ ત્રણ પૈકી એક આરોપી ટ્રાન્સપોર્ટનો મેનેજર અનુપ નૂનીયા આગમાં ભડતું થતા મોંત ભેટયું છે.જ્યારે મહાદેવ ટેડર્સના માલિક પિતા-પુત્ર ની ધરપકડ કરી વધુની તપાસ બીલીમોરા પીએસઆઈ એ.એસ. સરવૈયા હાથ ધરી છે.