નવસારી:- પ્રધાનમંત્રી આવાસ અને વિધવા પેન્શન સહાય યોજના બની આશીર્વાદરૂપ: ગંગાસ્વરૂપા રંજન બેન નાયકાના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
*‘સુખના દહાડા શરૂ થયા હોય એવી લાગણી થાય છે’: સ્થાયી અને પાકા આવાસના માલિક બનેલા ગણદેવી તાલુકાના અમલસાડ ગામના રંજનબેનના ઉદ્દગાર*
*રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અંતર્ગત દર મહિને રૂ.૧૨૫૦ની સહાય મળી રહી છે પી.એમ. આવાસ મળતા કાચા મકાનમાંથી કાયમી મુક્તિ મળીઃ લાભાર્થી રંજન બેન નાયકા*
Navsari:- કાચા મકાનમાંથી છૂટકારો મેળવી પોતાની માલિકીનું સ્થાયી અને પાકું મકાન મેળવવાનું સ્વપ્ન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેતા ગંગાસ્વરૂપા રંજન બેન નાયકા વર્ષોથી જોઈ રહ્યા હતા. કાચા મકાનમાં રહેતા ગંગાસ્વરૂપા રંજન બેન નાયકા માટે પતિની ગેરહાજરીમાં એકલા હાથે આ સપનુ પૂરું કરવું એ એક સપનુ જ હતું. પરંતુ તેમની વર્ષોની મહત્વાકાંક્ષા પ્રધાનમંત્રી આવાસ યોજનાએ પૂરી કરી છે. તેમને પ્રધાન મંત્રી આવસા ગ્રામીણ યોજના હેઠળ તૈયાર કરાયેલા પી.એમ. આવાસમાં રૂ.૧.૨૦ લાખની સહાય નવમિર્મિત મકાન માટે મળી છે. સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવાથી રૂ.૨૦ હજારની સહાય પ્રોત્સાહક સહાય તરીકે મળેલ છે . લાભાર્થી રંજન બેન નાયકા પોતાના કહી શકાય એવા ઘર તરફ નજર કરી હાશકારો અનુભવતાની સાથોસાથ પાક્કું ઘર મળ્યાની ખુશી વ્યક્ત કરી ઘરનું સપનું સાકાર થતા ભાવુક થઈ ગયા હતા. આ પરિવારે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, અમે પહેલા ટાટડા વાળા ને માટીના કાચા ઝુપડામાં રહેતા હતા. પહેલાની અમારી હાલત કહી શકાય એવી નથી. અમારા માટે પાકું મકાન બનાવવાની સ્થિતિ કપરી હતી .
કાચા ઘરમાં રોજ કઈ ને કઈ તકલીફ પડતી હતી, એમના પરિવાર માટે રોજ નવા દિવસની સાથે નવી મુશ્કેલીઓ એ રોજીંદી થઇ ગઈ હતી, એક જ રૂમ કહી શકાય એવા નાનકડા ઝુપડામાં તેમના દીકરા જોડે રહેતા હતા. ઘરના સમાજિક પ્રસંગો દરમિયાન નાનકડા રૂમમાં રહેવું સરળ નહોતું પરંતુ હાલત જ એવી હતી કે, અમે ના તો બીજો રૂમ બનાવી શકતા હતા કે ના તો પોતાનું પાકું ઘર.
અમારી આ પીડા સરકારે દુર કરી છે. સરકારે સહાય કરતા હવે આવા સરસ મકાનમાં રહેવાની અમારી ઈચ્છા પૂર્ણ થઈ છે. પહેલા તો બીજાના ઘરો જોઇને થતું કે, અમારું આવું ઘર બનશે કે કેમ ને જો બનશે તો ક્યારે આવું ઘર બનશે..! સરકાર અમારા જેવાઓની બેલી બની સહારે આવી, છે .
પહેલાં વરસાદના સમયે અમારા ઘરમાંથી પાણી આખા ઘરમાં વહેતું અને ઉપરથી ટપકતું હતું. મોટાભાગે ઘણી મુશ્કેલી પડતી હતી. ન્હાવા – ધોવા, સુવાથી લઈને ઘણીએ તકલીફ પડતી હતી, અમારા જેવાઓ માટે ઘર બનાવવું ઘણું અઘરું હતું, પરંતુ હવે સરકારે આર્થિક મદદ કરી એ પછી દરેક બાબતે અમને શાંતિ થઇ ગઈ છે. વધુમાં જણાવ્યું કે કપરા સમયમાં રાજ્ય સરકારની ‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય હેઠળ દર મહિને રૂ.૧૨૫૦ની સહાય મળતી રહી છે. જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં ઘણો આધાર મળી રહ્યો છે
તેમના પરિવારના માથે જે છત મળી છે જેના કારણે તેઓ દરેક ઋતુ દરમ્યાન થતી અનેકો પ્રકારની હાલાકીથી પરેશાન થતા હતા, જેનાથી હવે અમને ઘણીયે રાહત મળી છે, એમ કહેતા રંજનબેન નાયકા ચહેરા પર જાણે ચમક આવી ગઈ હતી.