NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણાએ જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામની મુલકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ  અંતર્ગત સુલાતનપુર ગામમાં કાર્યરત વોટર અને સેનિટેશનના કામોનું નિરિક્ષણ કર્યું

****

નવસારી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને સ્વચ્છતા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોથી માહિતીગાર કર્યા

****

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણાએ આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સચિવશ્રીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુલાતનપુર ગ્રામ પંચાયતમાં વોટર અને સેનિટેશન અંતર્ગત થયેલા કામો તથા સખી મંડળના સહયોગથી કાર્યરત સેગ્રીગેશન શેડની જેવા વિવિધ પ્રકલ્પોની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી.

સુલતાનપુર ગામની મુલકાત દરમિયાન કચરાના વ્યવસ્થાપન માટે સ્થાપિત સેગ્રીગેશન શેડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ, મટકા કમ્પોસ્ટ પ્રકલ્પ તથા મેજિક પીટ અંગે સંબધિત અધિકારીશ્રી દ્વારા વિગતવાર પ્રસ્તુતિ સચિવશ્રી અશોક કુમાર મીણાને આપવામાં આવી હતી. ઉપરાંત  “એક પેડ – એક નામ” અભિયાન અંતર્ગત ગામમાંજ વ્રુક્ષારોપણ કરી ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે સ્વચ્છતા સંબંધી ચર્ચા કરી અને સ્વચ્છતા પ્રતિજ્ઞા લીધી હતી.

સચિવશ્રીઅશોક કુમાર મીણાની મુલકાતના પ્રારંભમાં દાંડીના નેશનલ સાલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે નવસારી જિલ્લાના પ્રેઝન્ટેશન તથા વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી ના સભ્યો સાથેની બેઠક યોજાઈ હતી જેમાં નવસારી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને જિલ્લામાં સ્વચ્છતા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોથી માહિતીગાર કર્યા હતા.

સચિવશ્રીની આ  મુલકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , નવસારી પ્રાંત અધિકારીશ્રી ડો જન્મ ઠાકોર , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ કે પંડ્યા ,જિલ્લા વહીવટી તંત્રના અધિકારી –કર્મચારીઓ તથા ગામના સરપંચશ્રી શશીકાંત પટેલ  અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!