વાંસદા: આંબાબારી ખાતે નવનિર્મિત અંબે માતાનાં મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાના આંબાબારી ખાતે ગ્રામજનો દ્વારા અંબે માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવતાં નવનિર્મિત મંદિરમાં અંબે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગ્રામજનો દ્વારા ભેગા મળી ત્રણ દિવસ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભક્તિ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાયું હતું. જેના ભાગરૂપે ગામમાંથી વાજતે-ગાજતે ડી.જેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નવનિર્મિત મંદિરમાં અંબેમાંની મૂર્તિ તથા ગણેશજી, હનુમાનજીની મુર્તીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંદિરમાં ગણપતિ પુજન, દેવતાઓનું પુજન, શિખર પુજન, દિગપાલ પુજન, આહુતી કાર્યક્રમ સહિત બ્રહ્મણોના હસ્તે શાસ્ત્રોકત વિધિથી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં અને ધામધૂમથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવતાં સૌ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પુર્વ ધારાસભ્ય મંગળ ગાવીત, પિયુષ ભાઈ પટેલ, ભાયકુ ભાઈ સહિત સંતો મહંતો, વાંસદા તાલુકા, નવસારી જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો મંદિરના દાતાઓ સહિત આંબાબારીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંબેમાંની મુર્તી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કાસમભાઈ પટેલ, ચિંતુભાઈ ભોયે, શૈલેષ ભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, ગુણવંત ભાઈ, બચુભાઈ ભક્ત, ગનુભાઈ, શૈલેષભાઈ ભોયે, શંકરભાઈ પટેલ, બાબુલાલ ભાઈ, બચુભાઈ પટેલ, સહિત યુવાનો, વડિલોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે આંબાબારી ખાતે નવદુર્ગા યુવક મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અંબે માંના મંદિરમાં સહયોગ આપનાર તમામનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.



