NAVSARINAVSARI CITY / TALUKO

ગુજરાતની MSME ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું ભરતાં ગુણવતા યાત્રા નવસારી જિલ્લામાં યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,૨૩ મે, ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું ભરતાં ૨૨ મે,ના રોજ ગુણવતા યાત્રા અવેરનેશ વર્કશોપ નવસારી જિલ્લામાં યોજયો હતો. જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ અને નિષ્ણાતોને એકમંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ મોકળો કર્યો.  આ ગુણવતા યાત્રા હેઠળ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ બાબતોનો સમાવેશ કરાયો હતો,જેવી કે ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના ક્યૂસીઆઈનાં સંયુક્ત નિયામક શ્રી મોહિત સિંહ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.ક્યુસીઆઈના સલાહકાર શ્રી જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઓફર કરવામાં આવતી એનએબીએલ એક્રેડિટેશન્સ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત શ્રી હિરેન વ્યાસ દ્વારા એમએસએમઈ માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઈડી અને લીન પ્રમાણપત્રો અંગે માર્ગદર્શન આપ્યું હતું.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ દ્વારા ભારત સરકારના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ડી.એ.નાયક અને ભારત સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સંજય બી.બોસામિયા દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) શ્રી જૈમિન રાણા દ્વારા પર્યાવરણના નિયમો અને પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા એમએસએમઈ માટે યોજનાઓ અને લાભો – શ્રી વાય. ટી. પાવાગઢી, જીએમ, ડી.આઈ.સી., નવસારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. નવસારી ખાતે યોજાયેલ આ ગુણવત્તા યાત્રામાં શ્રી રાજેન્દ્ર એમ દેરાસરીયા, પ્રમુખ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી તુષાર દેસાઇ, પ્રમુખ, બીલીમોરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, શ્રી મોહિત સિંહ, સંયુક્ત નિદેશક,એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ક્યુસીઆઈ), દિલ્હી એચઓ, શ્રી વાય. ટી. પાવાગઢી, જીએમ, ડી.આઈ.સી., નવસારી અને શ્રી જગત પટેલ, સલાહકાર, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ), અમદાવાદ રિજનલ ઓફિસ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી તેની યાત્રા ચાલુ રહેશે. સુરત, વડોદરા, વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય છ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રાથી રાજ્યભરમાં એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન સર્ટિફિકેશન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે. એમ જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!