NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને જુન મહિનાનો જથ્થો પણ મે મહિનામા જ આપવામાં આવશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવનવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિત જિલ્લા પુરવઠા સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.    અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે જિલ્લામાં ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી જુન મહિનાનો જથ્થો મે મહિનામા જ આપવા અંગે નાગરિકોને પુરતી જાણકારી આપવા તથા આવતા સમયમા આકસ્મિક પરિસ્થિતીમાં જિલ્લામાં પર્યાપ્ત જથ્થો હોય તેની તકેદારી રાખવા ઉપરાંત નાગરિકોને ઇ-કેવાઇસી કરાવી લેવા જાગૃત કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

બેઠકમાં પુરવઠા અધિકારીશ્રી આર.સી.પટેલ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી જિલ્લાની પુરવઠાની પ્રાથમિક માહિતી, કાર્ડધારકોની સંખ્યા, NFSA અને NON NFSA રેશનકાર્ડની માહિતી, ગ્રામ્ય તકેદારી સમિતિની સમીક્ષા, ઉપલબ્ધ જથ્થો અને વિતરણ વ્યવસ્થા, વ્યાજબી ભાવની દુકાનો અંગે જાણકારી આપી હતી.
બેઠકમાં સમિતિના સભ્યો સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!