NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના સિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામકશ્રી કે. વી.પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ખેડૂતોને સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ, ફાર્મર રજીસ્ટ્રી અને પાક નુકશાની જેવી તમામ યોજનાના લાભો વિશે ખેડૂતોને માહિતગાર કરાયા

R.N.G. પટેલ સાર્વજનિક વિધ્યાલય ક્રીર્કેટ ગ્રાઉન્ડ, સિસોદ્રા, નવસારી ખાતે રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્રિતીય દિવસે તાલુકા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, સરપંચશ્રીઑ તથા સુરત વિભાગના સયુક્ત ખેતી નિયામક (વી.) શ્રી કે. વી. પટેલની વિશેષ ઉપસ્થિતી સાથે ડો. એ. આર. ગજેરા- જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, શ્રી પી. બી. કોલડીયા – મદદનીશ ખેતી નિયામકશ્રી અને કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા. જેમાં વિવિધ વિભાગના કુલ -૧૮ પ્રકારના ખેડૂત ઉપયોગી સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના વિશેષ અતિથિ શ્રી કે. વી. પટેલ, સંયુક્ત ખેતી નિયામકશ્રી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાન કર્યું હતું તેમજ ખેડૂતોને સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ, ફાર્મર રજીસ્ટ્રી અને પાક નુકશાની જેવી તમામ યોજનાના લાભો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ડો. એ. આર. ગજેરા- જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ કાર્યક્રમની રૂપરેખા અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિક શ્રી જીલેન માયાણી દ્વારા બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ, શ્રી કલ્પેશ ચૌધરી દ્વારા મિલેટ્સ પાકો અંગે, ડો. એન. જી. સવાણી દ્વારા ખેતી પાકોની ખેત પધ્ધતિ વિષે બહોળી માહિતી આપવામાં આવી અને કૃત્રિમ બીજદાન તથા પશુપાલન અંગે ડો. એસ. પી. ગામીત દ્વારા વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં હાજર પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતો શ્રી પરેશભાઈ ટી. પટેલ (ઓણચી) અને શ્રી સેજલભાઈ ડી. પટેલ (કુંભાર ફળિયા) એ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો વશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ શ્રી પી.બી. કોલડીયા-મદદનીશ ખેતી નિયામકશ્રીએ કરી હતી. આ પ્રસંગે ખેતીવાડી વિભાગ દ્વારા કુલ-૨ ખેડૂતોને રૂ.૨,૫૩,૬૮૦/-પશુપાલન વિભાગ દ્વારા કુલ-૨ ખેડૂતોને રૂ. ૨૩૪૨/- ની બિયારણ કીટ  તથા બાગાયત વિભાગ દ્વારા કુલ-૩ ખેડૂતોને શાકભાજી પાકોના વાવેતર માટે સહાય યોજણાની પૂર્વમંજૂરીના લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી કાર્યક્રમ અને વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન તાલુકા વહીવટી ટીમ અને ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકશ્રીઓ અને વિસ્તરણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!