NAVSARINAVSARI CITY / TALUKO
Navsari;આઇ.ટી.આઇ. નવસારી(મહિલા)માં સમર સ્કીલ વર્કશોપમાં ભાગ લેવા બાબત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૧: ઉનાળુ વેકેશન દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી (મ) ખાતે સમર સ્કીલ વર્કશોપ અંતર્ગત ફાયર સેફટી, સીવણ, મહેંદી, બેઝીક મેક અપ, નેઈલ આર્ટ,બેઝીક કોમ્પ્યુટર (MS WORD EXCEL POWER POINT), સીલીંગ ફેન રીપેરીંગ, LED લાઈટ રીપેરીંગ, સોલ્ડરીંગ, સોલાર પેનલ, બેઝીક વેલ્ડીંગ, ડ્રીલીંગ, ટર્નીંગ, પ્લમ્બીંગ,આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા જેવી એક્ટીવીટી વિના મુલ્યે કરાવવામાં આવે છે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી(મ),જિલ્લા સેવા સદનની પાછળ,કાલીયાવાડી નવસારી-૩૯૬૪૪૫ની રૂબરૂ મુલાકાત લેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી(મ),ના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.