કલામહોત્સવ અંતર્ગત કાલોલ ની સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ચિત્રસ્પર્ધા અને બાળકવિ સ્પર્ધાનું આયોજન.

તારીખ ૦૬/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આજરોજ કલામહોત્સવ અંતર્ગત ગરવી ગુજરાત વિષય પર ચિત્રસ્પર્ધા અને બાળકવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા ગુજરાત નું ગૌરવ રજુ કરતાં રંગબેરંગી ચિત્રો દોરવામાં આવ્યા હતા . તેમજ સ્વરચિત કવિતાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું . જેમાં ચિત્રસ્પર્ધામા માધ્યમિક વિભાગમાં ધોરણ – ૯- અ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચૌહાણ માનસી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ – ૧૧ કૉમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરમાર હેતવી એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ બાળકવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં ધોરણ -૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખેર નિયતિ એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો . કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથાં સમગ્ર શાળા પરિવાર તેમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.





