વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ના પ્રાચીન અને પ્રસિદ્ધ ભવાની માતા મઁદિરે આજે દુર્ગાષ્ટમી ના પાવન દિવસે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ માતાજી નોહવન કરીને 108 દીવડા ની મહા આરતી ઉતારી હતી ચંડીયજ્ઞ માં બિપીનભાઈ ભેરવી, યુવરાજ ગિરી મહારાજ,ઋષિકુમાર યોગેશભાઈ જોશી,પ્રતીક પટેલ, ધર્મેશભાઈ ભરુચા, ભોતેશભાઈ કસારા, કુમાવતજી, તરપણા બેન વણકર, ડાહ્યાભાઈ લાડ, સહીત ભાવિકો સહભાગી બન્યા હતા, ચેત્રી નવરાત્રી અંતર્ગત ઉદબોધન કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ભારત ની સઁસ્કૃતિ માં શિવ અને શક્તિ નું પ્રાધાન્ય છે આ અર્ધ નારેશ્વર મહા શક્તિ થી જ સંસાર નું સંચાલન થાય છે શિવ અને પાર્વતી જગત ના માઁ બાપ છે એને છોડીને બીજે ભટકવા ની જરૂર નથી, આજે આઠમ હોવાથી મોટી સઁખ્યા માં લોકો એ શ્રીફળ હોમ્યા હતા ” બોલ મારી અંબે, જય જગદમ્બે ” ની ધૂન બોલાવવામાં આવી હતી