
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
અટગામ ખાતે પ્રસિદ્ધ સાંઈ મંદિરે તા. 30 જૂન, 2026થી 6 જુલાઈ, 2026 દરમિયાન રાત્રે 7:00થી 10:00 વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન ખેરગામના યુવા કથાકાર કિશનભાઈ દવે કરાવશે.કથાનો શુભ પ્રારંભ તા. 30 જૂનના રોજ સાંજે 7:00 વાગ્યે કલ્પેશકુમાર પરસોત્તમભાઈ પટેલના અટુલ ફળિયા સ્થિત નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા સાથે થશે. કળશધારી બહેનો, વાજા-વાજિંત્રો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા કથા સ્થળ સાંઈ મંદિર સુધી પહોંચશે.કથાનું મંગલમય દીપપ્રાગટ્ય ધર્માચાર્ય પૂજ્ય પરભુદાદા આછવણીના વરદહસ્તે થશે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ તથા કથાકાર ભાસ્કરભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે તેમજ પિતૃવંદનાનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં ભાવિકો પોતાના પિતૃઓના ફોટા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી શકશે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિરના મુખ્ય કાર્યકર્તા ચેતનભાઈ પટેલ, જીગરભાઈ, શૈલેષભાઈ, કિરણભાઈ, અલયભાઈ સહિત યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ઘણા સમય બાદ અટગામ સાંઈ મંદિરે યોજાઈ રહેલી આ શ્રીમદ્ ભાગવત કથાને લઈને અટગામ, ધોબીકૂવા, માલવણ ફળિયા, સેગવા, પીઠા સહિત આસપાસના ગામોમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો દ્વારા ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



