GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉત્સાહભેર સ્વાગત કરતા ગ્રામજનો

તા.૧૭/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આરોગ્ય શિબિર, ડ્રોન નિદર્શન, યોજનાકીય લાભોનું વિતરણ કરાયુ

Rajkot: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. જે અંતર્ગત વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ આવી પહોંચયો હતો, જેનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલા નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો ૫૦૨ ગ્રામજનોએ લાભ લીધો હતો. સરકારશ્રીની આયુષ્માન ભારત, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, ગંગા સ્વરૂપા યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.

સોમપીપળીયા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, ગામ પંચાયતોમાં જલજીવન મિશન અને જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા થયું છે. હર ઘર જલ મિશન, જનધન યોજના અને પી.એમ.કિશાન યોજનાની ૧૦૦ ટકા કામગીરી અને ઓ.ડી.એફ. પ્લસ ગ્રામપંચાય થવા બદલ તમામને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સોમપીપળીયા ગામના સરપંચશ્રી જેમાભાઈ, તલાટીમંત્રીશ્રી શૈલેશભાઈ, આચાર્યશ્રી શરદભાઈ, ગ્રામસેવકશ્રી એસ.સી.વાસાણી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!