NAVSARINAVSARI CITY / TALUKO

30 જુલાઈ સુધી નવસારી મનપાના CNCD વિભાગ દ્વારા પશુપાલકોને કેટલ લાઇસન્સની નોંધણી કરવાની અપીલ કરી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી, તા. 9 જુલાઈ: નવસારી મહાનગરપાલિકા હેઠળ શહેરમાં પશુઓના યોગ્ય નિયંત્રણ અને જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યાને નિયંત્રિત કરવા માટે CNCD (Cattle Nuisance Control Department) દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે.

વિભાગે જણાવ્યું છે કે શહેરમાં પશુ રાખતા તમામ માલિકોએ તા. 30 જુલાઈ, 2026 સુધી કેટલ લાઇસન્સ માટે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં નોંધણી નહીં કરાવનાર પશુપાલકો સામે મહાનગરપાલિકાના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં રખડતા પશુઓના કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માતો અને નાગરિકોની સુરક્ષા સામે ઊભા થતા જોખમોને ધ્યાનમાં રાખીને આ અભિયાન હાથ ધરાયું છે. તેથી તમામ પશુપાલકોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

CNCD વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 30 જુલાઈ બાદ લાઇસન્સ વિના પશુ રાખવા અથવા નિયમોનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાગરિકોએ વધુ માહિતી માટે નવસારી મહાનગરપાલિકાના CNCD વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!