નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત”મ્યુઝિકલ ફાઉન્ટેન શો”માં પ્રથમ દિવસે ૧૦૦૦ થી વધુ લોકો ઉત્સાહ સાથે જોડાયા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાટા તળાવ મ્યુઝિકલ ફાઉન્ટેન શો નો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ ખૂબ જ સારું પ્રતિસાદ મળ્યું છે. જેમાં ભારે સંખ્યામાં શો જોવા ઉમટી પડ્યા હતા. પ્રથમ શોમાં ૨૦૦ થી વધુ લોકો શો નો આનંદ માણી આનંદદીત જોવા મળ્યા હતા.
દરેક શો માં વધુમાં વધુ લોકો જોડાઇ આ મ્યુઝિકલ ફાઉન્ટન શો ને સુપરહિટ ગણાવ્યો હતો.જ્યારે અંતિમમાં શોમાં લોકોની પડાપડી જોવા મળી હતી ૫૦૦ થી પણ વધુ લોકો શો માં એન્ટ્રી લીધી હતી. પ્રથમવાર એવા મ્યુઝિકલ ફાઉન્ટન શોના આયોજન થી લોકોમાં ખુશીનું માહોલ સર્જાયો હતો જ્યારે પ્રથમ દિવસે ૧૦૦૦ થી વધુ લોકો એ ઉત્સાહ સાથે વિઝિટ લીધી હતી. લોકોનો ઉત્સાહ જોઈ નવસારી શહેર તેમજ જિલ્લામાં રહેતા લોકોને નવસારી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે તેઓ આ મ્યુઝિકલ ફાઉન્ટેન શો નો લાભ લેવા ચૂકી ગયા હોય તો લાભ લઈ લેવા અનુરોધ કરાયો છે. આ શો રાબેતા મુજબ ત્રણ ટાઈમ સ્લોટમાં શો ચાલું રાખવામાં આવેલ છે…